Ministère du
Solliciteur général

Soyez Préparés

SOYEZ PRéPARéS

કટોકટી માટે કેવી રીતે તૈયાર રહેવું જોઇએ

ઑન્ટારિયોનાં લોકોએ હિમ વાવાઝોડા અને પાવર આઉટેજિસથી લ‍ઇ ટૉર્નેડોઝ તથા ઔદ્યોગિક અકસ્માતો જેવી તમામ પ્રકારની કટોકટીનો સામનો કરવો પડ્યો છે.

કટોકટી કોઇ પણ સમયે ઊભી થઈ શકે માટે જ તૈયાર રહેવું મહત્ત્વપૂર્ણ છે કારણકે મદદ મળતા સમય લાગી શકે છે. તેથી જ દરેક જણ પાસે કટોકટીની યોજના અને ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે પોતાના જાતની સંભાળ લ‍ઇ શકે તે માટેની કિટ હોવી જોઇએ.

સ્ટેપ ૧: એક યોજના બનાવો

કટોકટીમાં, તમે રોજિંદી સગવડતાઓનો વપરાશ કરી શકશો નહીં અને તમને તમારું ઘર ખાલી કરવાનું કહેવામાં આવી શકે. તૈયાર રહેવા માટે પ્રથમ પગલું તે છે કે તમારે શું કરવું જોઇએ તે વિશે વિચારો.

તમારી યોજનામાં નીચે મુજબનું સામેલ હોવું જોઇએ

  • જો તમારે ઘર છોડવાનું આવે તો તે કિસ્સામાં બે સલામત સ્થળો. એક નજીક હોવું જોઇએ, જેમ કે સ્થાનિક ગ્રંથાલય અથવા કમ્યૂનિટી સેન્ટર (સામૂહિક કેન્દ્ર). જો કટોકટી વિશાળ ક્ષેત્ર પર અસર કરે તો તે કિસ્સામાં અન્ય એક વધારે દૂર હોવું જોઇએ.
  • એક કૌટુંબિક સંવાદ યોજના. કટોકટી દરમિયાન સ્થાનિક ટેલિફોન લાઇનો અને નેટવર્કો કામ કરી શકશે નહીં. શહેરની બહાર એક અથવા બે સંપર્કો નક્કી કરી રાખવા જેને તમે અને તમારા પ્રિયજન કૉલ જોડી અને માહિતીની આપલે કરી શકો.

આયોજન ટીપ્સ

  • સ્થળ ખાલી કરવા માટે તૈયાર રહો. જો રિક્તીકરણની સલાહ આપવામાં આવી હોય તો કેવી રીતે તમે સલામત સ્થળે પહોંચશો તેની યોજના બનાવો. કટોકટીની અનુજીવન (સર્વાઇવલ) કિટ તૈયાર રાખો (જુઓ સ્ટેપ ૨).
  • તમારા પાળેલ પ્રાણી(ઓ) માટેની યોજના. અનેક વાર, ફક્ત સર્વિસ પ્રાણીઓને જ રિસેપ્શન સેન્ટર પર મંજૂરી આપવામાં આવે છે. જો તમારે તમારું ઘર છોડવાનું હોય, જો શક્ય હોય તો, એવા કોઇ વ્યક્તિને શોધી કાઢો જે તમારા પાળેલ પ્રાણી(ઓ)ને લ‍ઇ જ‍ઇ શકે.

જ્યારે તમારી યોજના તૈયાર થાય ત્યારે

  • તમારા પરિવાર અને મિત્રો સાથે તમારી યોજનાની ચર્ચા કરો.
  • સાવધાન રહો અને સૂચનોને અનુસરો. કટોકટી પૂર્વે અને દરમિયાન સમાચાર મેળવતા રહેશો. પ્રથમ પ્રતિક્રિયા આપનાર અને સરકારી અધિકારીઓની સલાહને અનુસરો.

અન્ય ટીપ્સ

કટોકટી દરમિયાન વધુ માહિતી મેળવવા ક્યા ફોન નંબરનો ઉપયોગ કરવો તે શોધવા માટે તમારા સ્થાનિક મ્યુનિસિપલ ઑફિસનો સંપર્ક કરો (૨૧૧, ૩૧૧ અથવા અન્ય). ૯૧૧નો ફક્ત ત્યારે જ ઉપયોગ કરવો જ્યારે કોઇને તેઓના આરોગ્ય, સલામતી અથવા મિલકતની સુરક્ષા માટે તરત જ મદદની આવશ્યકતા હોય.

ચેતવણીઓ માટે સાઇન અપ કરો. તમે ઇમેલ અથવા ટેકસ્ટ મેસેજ દ્વારા મોકલાતી નિ:શુલ્ક કટોકટીની ચેતવણીઓ માટે ઑનલાઇન સાઇન અપ કરી શકો છો. www.ontario.ca/beprepared પર મુલાકાત લો અને લિન્કસને અનુસરો.

સ્ટેપ ૨: એક કટોકટી માટેની કિટ બનાવો

તમારી કટોકટીની અનુજીવન કિટમાં દરેક વસ્તુ હોવી જોઇએ તમારે સલામત રહેવું જરૂરી છે અને તમારી જાતની અને તમારા પરિવારની ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે સંભાળ લેવી જરૂરી છે. આ ચેકલિસ્ટની રૂપરેખામાં તમામ આવશ્યક તત્ત્વો, તમારી અનન્ય જરૂરિયાતો પૂર્ણ કરવા માટેની વસ્તુઓ, અને જો કોઇ કિસ્સામાં તમારે તમારું ઘર છોડવું પડે તો તૈયાર રહેવા માટેની વસ્તુઓ હોવી જોઇએ.

તમારી અનુજીવન કિટમાં શું મૂકવું

આવશ્યક તત્ત્વો

 ફૂડ અને કૅન ઓપનર (૩ દિવસ માટે જોઇએ તેટલું જલદી ન બગડે તેવું અને સરળતાથી વસ્તુઓ તૈયાર કરી શકાય તેવું)

 પાણી (પ્રત્યેક દિવસ માટે વ્યક્તિ દીઠ ૪ લિટર)

 ફ્લૅશલાઇટ

 રેડિઓ (ક્રૅંક અથવા બેટરીથી ચાલતો)

 વધારાની બેટરીઓ

 હાથને જંતુ રહિત કરવાનું પદાર્થ અથવા ભીના રૂમાલો

 પ્રાથમિક સારવાર કિટ

 દવા(ઓ)

 અગત્યના પેપરો (ઓળખ, સંપર્ક યાદીઓ, પ્રિસ્ક્રિપ્શનની નકલો, ઇત્યાદિ.)

 રોકડ નાણું (અને કારની વધારાની ચાવીઓ)

 સિસોટી (ધ્યાન ખેંચવા માટે, જો આવશ્યકત પડે તો)

 તમારા પરિવારના અન્ય સદસ્યો માટેની ખાસ વસ્તુઓ (ડાઇપરો, અને નવજાત શિશુ માટેના નુસખા, ઇત્યાદિ.)

 જો તમારી પાસે પાળેલ પ્રાણી હોય તો પાળેલ પ્રાણીના ખોરાક અને પુરવઠાઓ

રિકતીકરણ માટે વધારાના પુરવઠાઓ

 કપડાં, પગરખાં

 સ્લીપિંગ બૅગ અથવા કામળો

 અંગત વસ્તુઓ (સાબુ, ટૂથપેસ્ટ, અન્ય ટૉઇલેટ્રીઝ)

 રમવા માટેના કાર્ડ અથવા ટ્રાવેલ ગેમ

અન્ય ટીપ્સ

• આ તમામ વસ્તુઓને સરળતાથી વહન કરી શકાય તેવા થેલા અથવા પૈડાંવાળા થેલામાં મૂકો.

• તમારી કટોકટીની અનુજીવન કિટને તેવા સ્થાને રાખો કે તે સ્થાને પહોંચવું સરળ હોય.

• તમારા સેલ ફોન અથવા મોબાઇલ ડિવાઇસને પૂર્ણપણે ચાર્જ કરેલ રાખો.

મારી કટોકટીની યોજના માટેની માહિતી

નિમ્નલિખિત પત્રક ભરો અને તેવા સ્થાને રાખો કે જ્યાંથી તમે અને અન્યો તેને શોધી શકો. આવશ્યકતા મુજબ તેને અદ્યતન કરો. તમારી કટોકટીની અનુજીવન કિટમાં તેની એક નકલ રાખો.

મારા સલામત સ્થળો

કટોકટીમાં, તમારે તમારું ઘર છોડવાની જરૂર પડી શકે. તમે જ્યાં જવા ઇચ્છતા હોવ તેવા બે સ્થળોની યાદી બનાવો, એક નજીક, તથા અન્ય એક વધારે દૂર (તમારા પડોશની બહાર). કેટલાક ઉદાહરણો જેમાં સ્થાનિક ગ્રંથાલય, પ્રાર્થના કરવાનું સ્થળ, અથવા સામૂહિક કેન્દ્રનો સમાવેશ છે.

મારા સલામત સ્થળો

મારા પરિવારની સંવાદ યોજના

કટોકટીમાં, સ્થાનિક ટેલિફોન અને ઇમેલ નેટવર્કો પર અસર થ‍ઇ શકે છે. તમારા નગર/શહેરની બહાર કોઇ એવી વ્યક્તિની ઓળખાણ રાખો જે તમે તથા અન્ય પરિવારના સદસ્યો સંપર્ક કરી અને માહિતીની આપલે કરી શકે. જો નગરની બહાર કોઇ પસંદગી ઉપલબ્ધ ન હોય તો, સમુદાય અથવા સાંસ્કૃતિક કેન્દ્રને ધ્યાનમાં લેવા.

મારા પરિવારની સંવાદ યોજના

અગત્યની તબીબી માહિતી

તમારા ઘરમાં રહેતા પ્રત્યેક વ્યક્તિની, કોઇપણ તબીબી અવસ્થાઓ અને ખાસ જરૂરિયાતોની સાથે સાથે દવાઓ અને ઉપકરણોની નોંધ રાખો.

તબીબી અવસ્થા

ત્યની તબીબી માહિતી

મારી કટોકટીની અનુજીવન કિટનું સ્થાન

તમારી કિટનો ક્યાં સંગ્રહ કર્યો છે તેની નોંધ રાખો, જેથી અન્યો જો તેઓ તમને મદદ કરી રહ્યા છે તો તેઓ તેને સરળતાથી શોધી શકશે.

મારી કટોકટીની અનુજીવન કિટનું સ્થાન